જ. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૧૬ અ. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય પ્રચારક અને જનસંઘના અગ્રણી નેતા દીનદયાળ ઉપાધ્યાયનાં માતા-પિતાનું અવસાન ખૂબ નાની વયે થવાથી તેમનો ઉછેર મોસાળમાં થયો હતો. તેઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હોવાથી ઘણાં બધાં પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવી શક્યા હતા. તેમણે કૉલેજશિક્ષણ કાનપુરમાં લીધું હતું. તેમનામાં શિક્ષક બનવાની સંપૂર્ણ લાયકાત હોવા […]
ગુજરાતના બધા જિલ્લાઓ પૈકી સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો. આ જિલ્લો ૨૦°-૩૩´ થી ૨૧°-૫´ ઉ. અ. અને ૭૩°-૨૮´ થી ૭૩°-૫૬´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ ૫૯ કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૫૦ કિમી. છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૧૭૬૪ ચોકિમી. છે. જિલ્લાની વસ્તી ૨,૮૩,૦૦૦ (૨૦૨૪, આશરે) છે. જિલ્લામાં જિલ્લામથક આહવા […]