કૂતરાને મળતું આવતું વન્ય સસ્તન પ્રાણી. ભારતમાં લગભગ બધી જગાએ શિયાળ જોવા મળે છે. ગામના પાદરે, શહેર-વિસ્તારમાં, નિર્જન ઝાડી કે ગીચ જંગલમાં શિયાળ વસે છે. હિમાલયમાં અને ભરતી-ઓટવાળા પ્રદેશમાં પણ શિયાળ જોવા મળે છે. લોંકડી એ શિયાળને મળતું પ્રાણી છે. ગામના પાદરે રાત્રે તેની કિકિયારી (લાળી) ઘણી વાર સંભળાય છે. લોંકડી કે શિયાળ કૂતરાની માફક […]
જ. ૧૨ નવેમ્બર, ૧૮૮૦ અ. ૨૮ નવેમ્બર, ૧૯૬૭ ભારતના અગ્રણી ક્રાંતિવીર, સ્વાતંત્ર્યસેનાની અને સાહિત્યકાર. મુળશી સત્યાગ્રહ દરમિયાન તેમના નેતૃત્વના પરિણામે તેમને લોકો ‘સેનાપતિ બાપટ’ના નામથી સંબોધવા લાગ્યા. તેમનો જન્મ રત્નાગિરિ જિલ્લાના ગુહાગર ગામમાં થયો હતો. નિમ્ન મધ્યમવર્ગમાં જન્મેલા હોવાથી બાળપણ વિકટ આર્થિક પરિસ્થિતિમાં વિતાવ્યું. ૧૮૯૨માં પુણેની ન્યૂ ઇંગ્લિશ શાળામાં પાંચ વર્ષના શિક્ષણ પછી અહમદનગરની હાઈસ્કૂલમાં […]
આખો દિવસ વાદળછાયું આકાશ હોય અને સૂર્યનું એક કિરણ પણ જોવા ન મળે, ત્યારે એને પામવા માટે મન કેટલું બધું તડપતું હોય છે ! એ પ્રકાશ વિના વાતાવરણ ગમગીન અને ઉદાસ લાગે છે અને ચિત્ત પર ભારે બોજનો અનુભવ થાય છે. એવા વાદળછાયા આકાશમાંથી કિરણ ફૂટે, ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાય ત્યારે મન કેવું નાચી […]