કોમિસરિયત ————– જ. ૧૧ ડિસેમ્બર, ૧૮૮૧ અ. ૨૫ મે, ૧૯૭૨ ગુજરાતના ઇતિહાસ લેખનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનાર માણેકશાનો જન્મ મુંબઈમાં પારસી કુટુંબમાં થયો હતો. ગુજરાતનો ઇતિહાસ આલેખનારા અલ્પસંખ્યક ઇતિહાસવિદોમાંના તેઓ એક હતા. તેમણે કૉલેજનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં લીધું. ૧૯૦૩માં બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને ૧૯૦૫માં એમ.એ. થયા. બી.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યો હોવાથી […]
ગુરુ નાનક દ્વારા સ્થપાયેલો ધર્મ. શીખ એટલે શિષ્ય. ‘સિક્ખ’ શબ્દ સંસ્કૃત ‘શિષ્ય’ ઉપરથી ઊતરી આવેલો છે. કેટલાક માને છે કે પાલિ ‘સિખ’ (પસંદ કરેલા) પરથી એ બન્યો છે. ગુરુ ગોવિંદસિંહે ‘ખાલસા’ નામ આપ્યું. ‘ખાલસા’ શબ્દ મૂળ ફારસી ‘ખાલીસહ’ – પાદશાહની પોતાની માલિકીનું – એ પરથી બનેલો છે. તેનો પણ આવો જ અર્થ ગણી શકાય. ભારતમાં […]