જ. 8 માર્ચ, 1879 અ. 28 જુલાઈ, 1968 જર્મન રસાયણશાસ્ત્રી અને 1944ના વર્ષના નોબેલ પારિતોષિક વિજેતા ઑટો હાનનો જન્મ ફ્રેન્કફર્ટમાં થયો હતો. ઑટો હાનનાં માતાપિતાએ તેમને સ્થપતિ બનાવવાનો વિચાર સેવેલો પણ ઑટો હાનને પહેલેથી જ રસાયણશાસ્ત્રમાં રુચિ હતી તેથી તેમણે યુનિવર્સિટી ઑફ માર્બર્ગમાં રસાયણશાસ્ત્ર ભણવા પ્રવેશ મેળવ્યો. 1901માં તેમણે ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1904માં તેઓ અંગ્રેજી […]
અમદાવાદની ઉત્તરે આશરે ૨૦ કિમી. દૂર આવેલી સુપ્રસિદ્ધ વાવ. આ વાવ અડાલજના વાઘેલા રાવ વીરસિંહનાં ધર્મપત્ની રાણી રૂડાબાઈએ પોતાના પતિના સ્મરણાર્થે સંવત ૧૫૫૫(ઈ. સ. ૧૪૯૯ ?)માં બંધાવી હતી. આ વાવ બંધાવવામાં તે સમયના પાંચ લાખ ટાકા(રૂપિયા)નો ખર્ચ થયો હતો. આ વાવ બાંધનાર મુખ્ય સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા. આ વાવને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ […]
જ. 7 માર્ચ, 1765 અ. 3 જુલાઈ, 1833 છબીકલાના અગ્રણી ફ્રેન્ચ સંશોધક જોસેફ નાઇસફોર નીસનો જન્મ ફ્રાંસના સાધનસંપન્ન કુટુંબમાં થયો હતો. નાદુરસ્ત તબિયતને કારણે લશ્કરમાંથી ફારેગ થયા પછી વતન ચૅલૉન-સર-સૅઑનમાં કાયમી વસવાટ સ્વીકારી અંતકાળ સુધી શોધખોળમાં વ્યસ્ત રહેલા. 1807માં તેમના ભાઈ કલૉદની મદદથી પ્રાણવાયુ સાથે અન્ય વાયુના મિશ્રણથી આંતરિક દહનથી ચાલતું એન્જિન બનાવ્યું. તેનું નામ […]