વિષય : ગાંધી, બુદ્ધિ અને યુદ્ધ |
વક્તા : શ્રી પ્રકાશ ન. શાહ |
16 જુલાઈ, 2025, બુધવાર,
સાંજના 5-30 |
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
રમેશપાર્કની બાજૂમાં
વિશ્વકોશમાર્ગ ઉસ્માનપુરા
અમદાવાદ 380 013
ફોન નં 079-2755 1703
વિષય : ગાંધી, બુદ્ધિ અને યુદ્ધ |
વક્તા : શ્રી પ્રકાશ ન. શાહ |
16 જુલાઈ, 2025, બુધવાર,
સાંજના 5-30 |
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
રમેશપાર્કની બાજૂમાં
વિશ્વકોશમાર્ગ ઉસ્માનપુરા
અમદાવાદ 380 013
ફોન નં 079-2755 1703
વિષય : ટૂંકી વાર્તાનો આસ્વાદ |
રા. વિ. પાઠક `દ્વિરેફ’લિખિત `જક્ષણી’ |
વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર | ડૉ. પિંકી પંડ્યા |
24 જુલાઈ, 2025, ગુરુવાર |
સમય : સાંજના 5-00
વિશ્વકોશમાર્ગ ઉસ્માનપુરા
અમદાવાદ 380 013
ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ લેખક, ઇતિહાસકાર અને ચિંતક ટૉમસ કાર્લાઇલ એંસી વર્ષના થયા. ઓગણીસમી સદીના યુગસમસ્તના આત્માને આંદોલિત કરનાર કાર્લાઇલને એકાએક અહેસાસ થયો કે એમનું આખું શરીર સાવ પલટાઈ ગયું છે. આ શું થયું ? ચહેરો નિસ્તેજ, આંખો ઊંડી ઊતરી ગયેલી અને ગાલ પર પાર વિનાની કરચલીઓ ! સ્નાનગૃહમાંથી બહાર નીકળીને એ પોતાના શરીરને લૂછવા લાગ્યા, તો એમ જણાયું કે જે શરીરને એ વર્ષોથી જાણતા હતા, એ શરીરને બદલે કોઈ બીજું જ શરીર પોતે લૂછી રહ્યા છે. કાર્લાઇલ વિચારમાં પડ્યા કે જે કાયા સાથે વર્ષોથી માયા બંધાણી હતી, એ મનમોહક કાયા ક્યાં ગઈ ! જે શરીર માટે પોતે ગર્વ ધારણ કરતા હતા, એ શરીર એકાએક ક્યાં અલોપ થઈ ગયું? જે દેહની સુંદરતા જાળવવા માટે એમણે કેટલોય સમય ગાળ્યો હતો, તે દેહ ક્યાંય દેખાતો ન હતો. કાર્લાઇલ પરેશાન થઈ ગયા. યુવાની વીતી ગઈ. દેહને પણ ઘડપણ આવ્યું અને હવે તો એથીય વધુ, દેહ સાવ જર્જરિત બની ગયો. કાર્લાઇલ બેચેન બન્યા. આ તે કેવું ! જે દેહને પોતે અભિન્ન માનતા હતા, તે દેહ બદલાઈ ગયો અને પોતે તો હતા એવા ને એવા જ રહ્યા ! કાર્લાઇલના વિસ્મયનો પાર ન રહ્યો. પોતે છે પણ પેલું શરીર ક્યાં ? ધીરે ધીરે ગહન ચિંતનમાં ડૂબતા કાર્લાઇલના મનમાં એકાએક ચમકારો થયો. એમણે પોતાની જાતને પૂછ્યું : ‘અરે ! ત્યારે હું કોણ છું ?’
કુમારપાળ દેસાઈ