`આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાહિત્યસર્જન’ વિશે દીપક મહેતા અને ખેવના દેસાઈ સાથે દીપ્તિ જોષીનો સંવાદ
તારીખ : 15-05-2026, સાંજના 5-30
`આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાહિત્યસર્જન’ વિશે દીપક મહેતા અને ખેવના દેસાઈ સાથે દીપ્તિ જોષીનો સંવાદ
તારીખ : 15-05-2026, સાંજના 5-30
નવા રૂપ-રંગ અને સુવિધા સાથે વિશ્વકોશ લલિતકલા કેન્દ્રની કલાવીથિકા(આર્ટ ગૅલરી)નો શુભારંભ
અમિત અંબાલાલ, એમ. એફ. હુસેન, ગોપાલ પરમાર, ઘનશ્યા રાઠોડ, જતીન દાસ, જ્યોતિ ભટ્ટ, તૃપ્તિ દવે, થોટા વૈકુંઠમ, નબીબક્ષ મન્સૂરી, નીલેશ સુથાર, પ્રશાંત સીતાપરા, બાલકૃષ્ણ દોશી, ભૈરવી મોદી, મનહર કાપડિયા, મનીષ ચાવડા, મનુ પારેખ, માધવી પારેખ, મિલન દેસાઈ, રાકેશ પટેલ, રાજેશ અહલાવત, રોમા પટેલ, વૃંદાવન સોલંકી, શિખા ચાવડા, સીમા કોહલી, સોનલ અંબાણી
આ કલાકારોના ગણેશનાં ચિત્રોનું પ્રદર્શન
આર્ટ ગૅલરીની સાથે સભાખંડ અને પાવર પૉઈન્ટ પ્રેઝન્ટેશનની સુવિધા પણ ઉપલબ્ધ
ઉદ્ઘાટક : અમિત અંબાલાલ, હિરેન પટેલ
પ્રાસંગિક : કુમારપાળ દેસાઈ, અનિલ રેલિયા, વૃંદાવન સોલંકી
સમય 6-00 શુભેચ્છા વક્તવ્ય – 6-30 ચિત્રપ્રદર્શનનું ઉદ્ઘાટન
સ્કૉટલૅન્ડથી વાયવ્યમાં ૮૦૦ કિમી. દૂર આટલાન્ટિક મહાસાગરમાં આવેલો દેશ.
ભૌગોલિક સ્થાન : તે ૬૫° ઉ. અ. અને ૧૮° પ. રે.ની આજુબાજુનો આશરે ૧ લાખ ચો.કિમી. જેટલો છે. આઇસલૅન્ડમાં વસવાટની શરૂઆત નવમી સદીના આરંભમાં થઈ હતી. આઇસલૅન્ડમાં ધરતીકંપ વારંવાર થાય છે; પરંતુ તે ગંભીર સ્વરૂપના હોતા નથી. તેના કુલ ૧૩૦ જ્વાળામુખીમાંથી ૩૨ જેટલા હાલ સક્રિય છે. હેકલા (Hekla) અને લાકી (Laki) જાણીતા જ્વાળામુખીઓ છે. કુલ જમીનના ૨%માં જ જંગલો છે અને ૧,૦૨,૭૭૫ ચો.કિમી.ના વિસ્તારમાંથી ૧% વિસ્તાર જ ખેડાણલાયક છે. આ દેશ ઉત્તર ધ્રુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં ત્યાંથી પસાર થતા ગરમ અખાતી પ્રવાહને કારણે ત્યાંનો દરિયો હૂંફાળો રહે છે અને ઠંડીની તીવ્રતા ઓછી અનુભવાય છે. અહીંના રીજવિક(પાટનગર)નું જાન્યુઆરી માસનું સરેરાશ મહત્તમ તાપમાન – ૧° સે. જ્યારે જુલાઈનું સરેરાશ મહત્તમ તાપમાન ૧૧° સે. રહે છે. વરસાદની સરેરાશ ૭૮૮ મિમી. જેટલી રહે છે.

લાકી જ્વાળામુખી
આઇસલૅન્ડની નદીઓ વહાણવટાને લાયક નથી. ‘ગોલ્ડન ફૉલ્સ’ અને ‘ગોડા ફૉલ્સ’ ત્યાંના જાણીતા ધોધ છે. આઇસલૅન્ડમાં સુંદર સરોવરો આવેલાં છે. અહીં જાતજાતનાં પક્ષીઓ આવે છે. માછીમારી માટે પણ આ સરોવર ખૂબ ઉપયોગી છે. પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર પણ છે. આઇસલૅન્ડની કુલ વસ્તી ૪,૦૦,૦૦૦ લાખ (૨૦૨૬, આશરે) જેટલી છે. આઇસલૅન્ડના મોટા ભાગના લોકો નૉર્ડિક છે. ૯૬.૯% પ્રજા ઇવેન્જેલિકલ લ્યૂથરન છે. સત્તાવાર ભાષા આઇસલૅન્ડિક છે. તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે. મત્સ્ય-ઉદ્યોગ અહીંના લોકોની જીવાદોરી છે. અહીંના જળવિસ્તારોમાં માછલીઓના ભંડાર આવેલા છે; જેમાં કોડ, કૅપલીન અને રેડફિશ મુખ્ય છે. મોટા ભાગની માછલીઓને સૂકવી, ડબ્બામાં કૅનિંગ કરી (canned) નિકાસ કરવામાં આવે છે. ગરમ પાણીના ઝરા અને ફુવારા આઇસલૅન્ડની લાક્ષણિકતા છે. આ પાણીની મદદથી તેઓ ટમેટાં, કાકડી, લેટિસની ભાજી (lettuce) અને ફૂલો ઉગાડે છે. રાજધાની રીજવિકનાં ઘરોમાં, ઑફિસોમાં ઝરાનું ગરમ પાણી પાઇપ વડે પૂરું પાડવામાં આવે છે. રાજધાની રીજવિક ઉપરાંત કોપવોગુર (Kopavogur), અકુરેયરી (Akureyri) જાણીતાં શહેરો છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આઇસલૅન્ડ, પૃ. 95)