શામળાજી

ગુજરાત રાજ્યનાં જાણીતાં વૈષ્ણવ તીર્થોમાંનું એક. તે ૨૩° ૪૧´ ઉ. અ. અને ૭૩° ૨૩´ પૂ. રે. વચ્ચે મેશ્વો નદીને કાંઠે અરવલ્લી જિલ્લામાં આવેલું છે. પ્રાચીન કાળમાં તે ‘હરિશ્ચંદ્રપુરી’, ‘રુદ્રગયા’, ‘ગદાધરક્ષેત્ર’ વગેરે નામે ઓળખાતું હતું. શામળાજીનું મુખ્ય મંદિર ભગવાન ગદાધરનું છે. બે મોટા હાથીનાં શિલ્પવાળાં દ્વારેથી પ્રવેશતાં વિશાળ પ્રાંગણમાં ૫૦૦ વર્ષ જૂનું ભવ્ય મંદિર આવેલું છે. […]

દાદા પાંડુરંગ આઠવલે

જ. ૧૯ ઑક્ટોબર, ૧૯૨૦ અ. ૨૫ નવેમ્બર, ૨૦૦૩ સંસ્કાર અને સગવડથી વંચિત લોકો તેમજ સુખી વર્ગ સુધી આધ્યાત્મિક અને સમાજલક્ષી પ્રવૃત્તિઓનો પ્રભાવ પાડનાર પાંડુરંગનો જન્મ મહારાષ્ટ્રના રોહામાં થયો હતો. માતા પાર્વતી, પિતા વૈજનાથ અને દાદા લક્ષ્મણની છાયા હેઠળ તેમના જીવનનું ઘડતર થયું હતું. તેઓ પૂર્વ અને પશ્ચિમનું તત્ત્વજ્ઞાન, તુલનાત્મક ધર્મ, ઇતિહાસ, અંગ્રેજી, સંસ્કૃત, હિંદી આદિ […]

પરિવર્તન સાધવા મનની માન્યતાને બદલીએ

પોતાના રોજિંદા જીવનમાં પરિવર્તન સાધવાની વ્યક્તિને વારંવાર ઇચ્છા જાગે છે. એ વિચારે છે કે હવે આવતીકાલથી મારે આ પ્રમાણે જ જીવવું છે. મારે તદ્દન બદલાવું છે, મારે વ્યસનમુક્ત થવું છે. મારે સહિષ્ણુ બનવું છે, પરંતુ રાતોરાત આવું પરિવર્તન શક્ય નથી. પરિવર્તનની ઇચ્છા એક વાત છે, પરંતુ પરિવર્તનની પહેચાન મહત્ત્વની બાબત છે. વ્યક્તિનું જીવન એની ધારણા […]