આઝાદી પૂર્વેનું પંજાબમાં આવેલું દેશી રાજ્ય અને હાલ હરિયાણા રાજ્યનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : ૨૯ ૧૯´ ઉ. અ. ૭૬ ૧૯´ પૂ. રે.. તે દિલ્હીથી અગ્નિખૂણે ૧૧૦ કિમી. દૂર છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૨૭૦૨ ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તર દિશાએ કૈથલ, પૂર્વ તરફ પાણીપત અને સોનીપત જિલ્લો, ઉત્તર દિશાએ પંજાબ રાજ્ય, પશ્ચિમ દિશાએ હિસાર જિલ્લો અને […]
જ. ૨૧ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૧૯ નવેમ્બર, ૨૦૧૫ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણીનિયામક અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ. તેમનો જન્મ મ્યાનમારમાં થયો હતો. લખનૌ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી ૧૯૪૩માં ભારતીય સિવિલ સર્વિસીસમાં જોડાયા. ૧૪ જુલાઈ, ૧૯૪૩થી તેમણે કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ રાજ્ય સરકાર બંને સાથે ૩૬ વર્ષથી વધુની વિશિષ્ટ સેવાઓ આપી. ૧૯૫૩થી ૧૯૭૯ દરમિયાન તેમણે જિલ્લા-મૅજિસ્ટ્રેટ, […]