યુરોપના અગ્નિખૂણામાં આવેલ આલ્બેનિયા પ્રજાસત્તાક દેશની રાજધાની. એડ્રીઆટિક સમુદ્રથી પૂર્વમાં 32 કિમી. દૂર કિનારાના મેદાનમાં તે પથરાયેલ છે. મૂળ તે ફળદ્રૂપ મેદાનની દક્ષિણે ચૂનાના ખડકોની હારમાળાની તળેટીમાંનો જંગલવિસ્તાર હતો. વસ્તી આશરે 6,21,000 (2020, આશરે) છે. ઓટોમન સેનાપતિ બર્કીન્ઝાદેશ સુલેમાન પાશાએ 1600માં તેની સ્થાપના કરી હતી. 1946માં રશિયાની અસર હેઠળ સામ્યવાદીઓએ તેનો હવાલો સંભાળ્યો ત્યારબાદ ત્યાં […]
જ. 14 જાન્યુઆરી, 1926 અ. 28 જુલાઈ, 2016 સામાજિક કાર્યકર્તા અને બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીનો જન્મ ઢાકામાં સાહિત્યપ્રેમી માતાપિતાને ત્યાં હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા મનીષ ઘટક જાણીતા કવિ તથા નવલકથાકાર હતા અને માતા ધારત્રીદેવી લેખિકા તથા સામાજિક કાર્યકર હતાં. ભારતના ભાગલા બાદ તેઓ ભારતમાં પશ્ચિમ બંગાળમાં સ્થળાંતરિત થયાં. મહાશ્વેતાદેવીએ વિશ્વભારતી અને કલકત્તા યુનિવર્સિટી […]